Saturday, 24 May 2014

જે...જે...બધું...બધું…



લો આ મૂક્યું!
યાદ, ભાવ, વિચાર, આશ
લો આ ભૂલ્યું!
હતો ભૂતકાળ, થયો ભૂતકાળ
ને આ શું? આ ક્યાંથી પાછું નવાં રૂપે-રંગે
સત્ત્વ પ્રજ્ઞ સ્થિર શાંત સત્ય થતું આવ્યું!

લો આ છોડ્યું!
સંબંધ, વળગણ, સંપર્ક, સત્સંગ
લો ચાલ્યું!
હતું ક્ષણિક, રહ્યું ક્ષણો કંઈક
ને આ શું? આ ક્યાંથી પાછું નવા સમીકરણમાં
શુદ્ધ સાત્ત્વિક અરસપરસ અનુકૂળ થતું આવ્યું!

લો આ ગયું!
મુકવાનું, જવાનું, છોડવાનું, ભૂલવાનું
ને આમ જતું!
હશે થવાનું, પત્યું થવાનું
ને આ શું? આ ક્યાંથી પાછું નવ નિર્માતું ચક્કર
બન્ને પક્ષે લે-આપથી મોરલી’, વધુ સઘન સક્ષમ સંગઠિત સ્પષ્ટ થતું આવ્યું!

-         મોરલી પંડ્યા

મે ૨૪, ૨૦૧૪

No comments:

Post a Comment