Tuesday, 6 May 2014

આ સર્વત્ર!...

અહો!... સર્વત્ર!... અદભૂત શું?
આટલું બધું નજરો જાય ત્યાં સુધી ક્યાંથી?

કુંપળથી વિસ્તરતા ભરપૂર, ઘટાદાર વૃક્ષ સુધીની યાત્રા ક્યાંથી?
એવા અસંખ્ય ચારેકોર, ભાતભાતનાં રંગરૂપ સાથે અડીખમ, આંખો ઠારતાં ક્યાંથી?

આટલાં બધાં પાંદડાંઓમાં આ રંગ ને એ પણ લીલો, પીળો કે મિશ્રિત ક્યાંથી?
આંખો ભરી દેતાં રંગ-આકારોમાં સમાયેલી વિવિધતા ક્યાંથી?

રંગબેરંગી, ખિલખીલાતાં, હવા સાથે લહેરાતાં, મોહક, નમણાં ફૂલોની જાતભાત ક્યાંથી?
સમયે ઊગે, મૂરઝાય ને છતાંય નજર માંડીને નિરખી રહો એવી વિભિન્નતા ક્યાંથી?

આ દ્રષ્ટિ, સમજ ને અંતરમાં એ બધાનો મોરલી આટલો આનંદ ક્યાંથી?
નજર બસ એજ જુવે, ગમે ત્યાં બસ એ જ દેખાય, એવી આ વલણની ગોઠવણ ક્યાંથી?

-         મોરલી પંડ્યા

મે ૩, ૨૦૧૪

No comments:

Post a Comment