દરેકને પોતાની જ જિંદગી જીવવાની,
ગમે એટલો માનીતો,
ચહીતો, પ્રેમી, સુરીલો સાથ સાથોસાથ!
પણ તમારી તો તમારે જ જીવવાની…
હવે તો વિજ્ઞાન પણ માને જનીનોની સીમા શરીર પ્રદેશ પૂરતી જ,
બાકી મન-હ્રદય ક્ષમતા જરૂર ઊડીને અનંતોને બુદ્ધિમાં ઊતારી લાવવાની...
ક્યાં કોઈ જરૂર પછી બીજાનું જીવેલું જીવવાની?
ક્યાં ઈચ્છા-વારસો, પૂર્વજ-વંશજ તરફી-થકી એવું-જેવું જીવવાની,
એ તો મનુષ્યની સ્વાભાવિક જરૂરિઆતો - દરેકને
અનુકૂળ ચોખટાંમાં બેસાડવાની!
માનસિકસમીકરણો,
સામાજીકસમાધાનો,
માનેલી ગોઠવણો પ્રતિ ફરજ પૂરી કરવાની!
દેખીતી રીતે બધું સુવ્યવસ્થિત લાગે,
બાકી નર્યા હ્રદયથી જોવાની કેળવાય દ્રષ્ટિ ને સમજ તો
સમજાય ‘મોરલી’ કે કેટલાં
પારકાં, ઊછીનાં
જીવનો જીવે દર નવી પેઢી!
-
મોરલી પંડ્યા
મે ૨૫, ૨૦૧૪
No comments:
Post a Comment