કોઈની જિંદગી સાથે રમવાનો કોઈને હક નથી હોતો.
અરસપરસનો હિસાબ છેક જીવનપર્યંત નથી હોતો.
એક ઘટનાક્રમનું પરિણામ બીજી જિંદગી નથી હોતો.
પછડાયેલી જિંદગીનો વ્યવહાર બહેરોમૂંગો નથી હોતો.
તેં તો રમી લીધું! માનીને કે હારેલો કોઈ રાજા નથી હોતો.
જિંદગી જીતવા નીકળેલો કોઈ સાદો પ્યાદો નથી હોતો.
વિવેકમાં વાર ન કરનાર માણસ ઢીલોપોચો નથી હોતો.
પડકારતો, ઝંઝોળાયેલ આત્માપ્રહાર નબળો નથી હોતો.
છૂપી રમત માંડી જીતેલા વારનો અંત જીત નથી હોતો.
ખુલ્લેઆમ બેફિકર સામસામે બેતરફામાં હિસાબ નથી હોતો.
કોઈ જિંદગીને તાબે કરી, મરોડી જીવનાર નીડર નથી હોતો.
જાત ને જીવનને જીતતાં જીવે એ એમ જ સર્જાયો નથી હોતો.
દરેક પળ નોંધે એ પ્રભુનાં ચોપડામાં ભૂલનો છેકો નથી હોતો.
'મોરલી' એ વળતો જવાબ મૂકે ત્યારે પછી છૂટકાર નથી હોતો.
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૧૨, ૨૦૧૫
No comments:
Post a Comment