Monday, 21 September 2015

મા... તવ હાજરી...


મા...

તવ હાજરી ભરેલ હૈયું!
તન-મન-વચન સર્વ તું!

આ કર્ણ સૂણે સૂર સાદ તું!
દ્રષ્ટિ પ્રતિબિંબે ચિત્ર તું!

વાક વહ્યો દર શબ્દ તું!
ઊદરે પચ્યો અન્નકણ તું!

સમીર સ્પર્શ અહેસાસ તું!
મુખ ભીંજવતું મેઘબુંદ તું!

આરંભ-અંત કર્મ-ફળ તું!
કર્તા-ઊપભોક્તા મધ્યે તું!

સંસાધન-સાધન તત્વ તું!
સુયોગ-સંવાદિત ક્ષણ તું!

ઊર્ધ્વે-અંતરે છલોછલ તું!
સર્વસ્વ ભરે ઈન્દ્રિયો તું!

હે ભગવતી, સર્વોપરી તું! 
તવ ચરણે 'મોરલી', તું જ તું!

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment