હે જણ, તપાસી લે!
તું જ તો તારી અને જિંદગીની વચ્ચે નથી ને!
તારાં જ લક્ષ્ય અને ઈરાદામાં અંતર તો નથી ને!
હે જણ, તપાસી લે!
ભાવ, વિચાર એકબીજાંથી વિપરીત નથી ને!
અંતર અવાજ, કર્મમાં વિરોધાભાસ તો નથી ને!
હે જણ, તપાસી લે!
વર્તમાન ભૂલી ભૂતભાવિમાં શોધાતું નથી ને!
જે છોડવાનું હતું એ હજી તેં પકડેલું તો નથી ને!
હે જણ, તપાસી લે!
સમયગતિ, પ્રગતિ અપેક્ષામાં હારતી નથી ને!
લયચૂકી જિંદગી મનકુદકામાં અટવાઈ તો નથી ને!
હે જણ, તપાસી લે!
આ ક્ષણ છે તારી, બસ! ખસીને જગ્યા આપીને
જો કેવી ચારેતરફ, ગૂંજતી રણકતી મંડરાતી તો નથી ને!
આભારી 'મોરલી'...પ્રભુ!
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૬, ૨૦૧૫
No comments:
Post a Comment