Tuesday, 22 September 2015

મા... આ જીવન દીધેલ તારું!


મા...
આ જીવન દીધેલ તારું! જોને કેવું મલકતું!
સતરંગ ભળી શ્વેતમય જોને કેવું નિખરતું!

સોનેરી પુષ્પસમું કુંણું તાજું જોને કેવું ખીલતું!
સૃષ્ટિ સુગંધ ધરી હાર્દ જોને કેવું સુવાસતું!

મંદ વસંત વાયરો બની જોને કેવું વહેતું!
ભીની મીઠી ખુશ્બુમાં કેવું હળુ હળુ ખુલતું!

પળમાં ગતસમયચક્ર જોને કેવું વીસરતું!
નિર્મી મધુર ઘડી,ઘડીમાં જોને કેવું હસતું!

અદભૂત શક્તિધાર જોને કેવું અનુભવતું!
આધાર પરમસંગાથ જોને કેવું ઊઘડતું!

હશે કંઈક જન્મોનું ભેગું જોને કેવું પનભતું!
રાહે ચાલી ફલાંગોમાં જોને કેવું સમર્પતું!

પ્રભુખોબેે ખોબા'મોરલી' જોને કેવું છલકતું!
અસીમ કરુણાતેજમય જોને કેવું આભારતું!

મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment