મા ને શ્રી માત-પિતા
જ્ઞાન કર્મ અર્પણ ચેતનાનાં
નવસંસ્કાર એમણે સીંચ્યાં.
મા ને શ્રી સખી-સખા
વિશ્વાસ સહકાર ભાવચેતનાનાં
મૈત્રીઅધિકાર એમણે દીધાં.
મા ને શ્રી ગુરૂ-મંત્રદ્રષ્ટા
દિશા ઊર્જા ચૈતન્યચેતનાનાં
શિષ્યભાગ એમણે શીખવ્યાં.
મા ને શ્રી ચૈત્ય-પ્રકાશ
ઊદઘાટન અવતરણ ચેતનાનાં
અભિપ્સાપાઠ એમણે ઊતાર્યાં.
મા ને શ્રી કૃપાસંગાથ
શાંતિ કૃતજ્ઞતા સંવાદિતચેતનાનાં
સાધનાફળ એમણે બક્ષ્યાં.
મા ને શ્રી 'મોરલી' ભવભાગ
ઊરે બિરાજમાન દિવ્યચેતનાનાં
સાધન સાધક એમણે સ્વીકાર્યાં .
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૧૪, ૨૦૧૫
No comments:
Post a Comment