Saturday, 19 September 2015

અંધશ્રધ્ધા...


અંધશ્રધ્ધા અચેતનાનું પરિણામ છે.

પ્રશ્નવિહીન અંધવિશ્વાસનું માપ છે.

અંધસ્વીકૃતિમાંથી જડેલ ઊપાય છે.

ટૂંકા ગાળાનો મન-પસંદ પ્રયાસ છે.

ઊજળીચેતના વિપરીત આયામ છે.

સાંકડો ગૂંગળાવતો જૂઠ્ઠો આભાસ છે.

જડ પદાર્થ ઘટનાનું અમથું જોડાણ છે.

નિર્બળ ખોખલાં ચોકઠાનો આધાર છે.

બદલાવ ન સાંખતો બેચેન પડાવ છે.

સહેજ ફેરબદલ પણ અશુભ એંધાણ છે.

અસહજ સ્થગિત સ્થિતિ હાવી પ્રભાવછે.

સમયને બાંધતો અર્થવગરનો ક્યાસ છે.

જરૂર 'મોરલી' વિસ્તારને ઘણો અવકાશ છે. 

સાચીસમજ ખીલે તો બનતો શ્રદ્ધાપ્રવાસ છે.

- મોરલી પંડ્યા

સપ્ટેમ્બર ૧૯, ૨૦૧૫

No comments:

Post a Comment