Thursday, 3 September 2015

પ્રણામ!...પૂજ્ય શિક્ષકગણ...


પ્રણામ! તવ ચરણ એકએકને!
પૂજ્ય શિક્ષકગણ સર્વે!
અમ એકએકની સફર, શિશુથી
સફળ વ્યક્તિ ભણી દીધી એટલે...

પ્રણામ! તમ એક એકને!
તમ દીધેલ દર શીખ, શિક્ષા એકોએક,
શીખવેલ નાની-મોટી વાત-જ્ઞાન,
ઊંડે સુધી રોપ્યાં એટલે...

પ્રણામ! તમ એક એકને!
કીધેલ મૂળિયાં મજબૂત દરેકમાં અનેક,
તવ સીંચ્યાં સંસ્કાર ને જીવન વલણ,
હજી જીવે અકબંધ એટલે...

પ્રણામ! તમ એક એકને!
લાગણી, પ્રોત્સાહન આપેલ જે વિદ્યાર્થીને,
નથી ભુલાયાં, નહીં ભૂલાય 
કદી એ શબ્દો ને ભાવ એટલે...

પ્રણામ! તમ એક એકને!
જીવનઘડતરમાં અપૂર્વ યોગદાન અર્થે,
ૠણી રહીશું હંમેશ 'મોરલી', ઊછેર્યાં 
તમે પણ બીજાં માત-પિતા બની એટલે...

- મોરલી પંડ્યા

No comments:

Post a Comment