ક્યારેક પ્રભુકરુણાસ્વાદ ચાખી જોજો.
ભલભલી પ્રેમતૃપ્તિઓ ફીકી લાગશે.
ક્યારેક પ્રભુની દિવ્યશાંતિ ધરી જોજો.
ભલભલી મૂંગી ક્ષણો ઘોંઘાટી લાઞશે.
ક્યારેક પ્રભુસંવાદિતામાં વહી જોજો.
ભલભલી આત્મિયતા પોલી લાગશે.
ક્યારેક પ્રભુની કૃપાને પચાવી જોજો.
ભલભલી સંબંધવ્યાખ્યા અધૂરી લાગશે.
ક્યારેક પ્રભુની હાજરીને માણી જોજો
ભલભલી જીવંત પળો ખોખલી લાગશે.
ક્યારેક પ્રભુની કૃતજ્ઞતામાં જીવી જોજો.
ભલભલી આભારી સ્થિતિ ટૂંકી લાગશે.
ક્યારેક પ્રભુનાં બાળક બની જોજો.
ભલભલી 'મોરલી' નિર્દોષતા પાકી લાગશે.
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment