Tuesday, 8 September 2015

સમય છે, રહેતાં...


સમય છે, રહેતાં, સમજી લો!

ફરી એનો એ એકડો ઘૂંટવો
કરતાં મોટો કૂદકો મારી લો!
... સમય છે, રહેતા...

આ જીવન ઊપયોગમાં લો!

ફરી એ પરિધ પાછો ધૂમવો
કરતાં નવચેતના અપનાવી લો!
... સમય છે, રહેતા...

આ તક સાધનામાં વાળી લો!

ફરી ક્યાં ખબર, કેવી રાહ જુઓ
કરતાં પ્રભુસંપર્ક સાધી લો!
... સમય છે, રહેતા...

જાત આપી છે જીવન તારી લો!

ફરી કયું સ્થળ, સંગાથ કેવો?
કરતાં વાતાવરણને શોષી લો!
... સમય છે, રહેતા...

સમજ સાથે સંજોગ છે જ લો!

જરી સરખુંય પંડનું રાખશો?
કરતાં છોડ્યા વગર મૂકી, છૂટી લો!
... સમય છે, રહેતા...

પ્રભુ દિધેલ બધું! સમજાશે લો!

પકડી બેડોળ, બેસૂરું બનાવશો?
કરતાં દિવ્યયોગમાં પલાળી લો!
... સમય છે, રહેતા...

સમય સમયની વાત છે આ લો!

અબઘડી, આ હાથમાં! સરકાવો
કરતાં પ્રભુએકત્વમાં અનુભવી લો!
... સમય છે, રહેતા...

'મોરલી'...પ્રણામ...
- મોરલી પંડ્યા

સપ્ટેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment