વર્ષ, દિન, તારીખ, વાર ક્યાં જીવાય છે!
સ્થૂળમાપદંડમાં ક્યાં સમય સમજાય છે?
બહોળો ફલક! ક્ષણો ઓગળતી જાય છે.
પ્રવાહ બને ને ઘટના વહેણ દેખાય છે.
એક પછી બીજો, લક્ષ્ય આવતો જાય છે.
સમયે ઊકલતો, ખુલતો, પતતો જાય છે.
ક્યાંક દ્રષ્ટા! ક્યાંક કર્તા! ચાલતું જાય છે.
જ્યાં જેટલો ભાગ, એ ભજવાતો જાય છે.
સમજ, ભાવ કે કાર્ય રૂપે, કશું થતું જાય છે.
જરૂરી એમાં યોગ્ય ફાળો અપાતો જાયછે.
સમયમાં જ સમયનો છેદ ઊડતો જાયછે.
'મોરલી' સમય વ્યાખ્યાને અતિક્રમી જાય છે.
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫