આ મધ્યે સ્થિત હ્રદયબિંદુથી
પરિઘમાં ચેતના પ્રસરે!
જેટલો બહોળો દૂર હ્રદયબિંદુથી
કેન્દ્રને મજબૂત થાંભલે જડે!
જીવંત આવર્તનો હ્રદયબિંદુથી
વિશાળ ફલક સુધી વિસ્તરે!
સ્પર્શતું વાતાવરણ હ્રદયબિંદુથી
કણકણ આવરતું સમેટે!
ઊદભવે ઊર્જા હ્રદયબિંદુથી
શક્તિધાર દૂરસૂદૂર પહોંચે!
પ્રેમશાંતિ વલણ હ્રદયબિંદુથી
એકએક ગ્રાહ્યને સ્પર્શે!
તવ શરણ સુગંધ હ્રદયબિંદુથી
પ્રત્યેક જોડાણ અનુભવે!
તવ કરણ 'મોરલી' હ્રદયબિંદુથી
દર ક્ષણ ચેતનકર્મ વહેંચે!
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫
No comments:
Post a Comment