Thursday, 1 October 2015

નમું મહાત્મા આજ...


નમું મહાત્મા આજ;

સશક્તકર્મોથી સદીને ઊજાળવા બદલ.
સામાન્યથી ચેતનામય દ્રષ્ટાંત બદલ.

દેશશ્વાસમાં સત્યઅહિંસા રોપવા બદલ.
એકએકને દેશભક્તિ સમજાવવા બદલ.

સ્વથી લઈને સ્વદેશને ઠંઠોળવા બદલ.
પ્રપંચને બદલે જાતને ઊદ્ધારવા બદલ.

સમાનતામાં વ્યક્તિ સન્માનવા બદલ.
અન્યને અગ્રીમ સ્થાન આપવા બદલ.

સક્રિય ચિન્મયને જીવંત રાખવા બદલ.
ક્ષણો પ્રમાણિકનિષ્ઠામાં જીવવા બદલ.

અંતરશસ્ત્ર તાકાતની અજમાયેશ બદલ.
દેશવાસીમાં દેશભૂખ જગાવવા બદલ.

દર વયસ્કનાં પ્રેરણાસ્ત્રોત બનવા બદલ.
નવીનદ્રષ્ટિ પેઢીઓમાં ઊગાડવા બદલ.

સ્વરાજઅર્થથી જગ ચમકાવવા બદલ.
રાષ્ટ્રપિતાથી દેશનાંબાપુ બનવા બદલ.

સાદર આભાર...'મોરલી' પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫

No comments:

Post a Comment