આત્મસાત થાય પછી અનુભૂતિ આવે.
સ્તર શુધ્ધ થાય પછી અવતરણ વધે.
ધારણાશક્તિ વધે પછી વિસ્તરણ પામે.
ગ્રહણશીલતા વધે પછી વ્યક્તવ્ય ફૂટે.
નમનીયતા આવે પછી ધરપત પ્રસરે.
લચીલાપણું આવે પછી દિવ્યકર્મો મળે.
કૃતજ્ઞતા ઊતરે પછી દિશાસંકેત ઊકલે.
શાંતિ ઊતરે પછી નિર્લેપ વલણ સ્થાપે.
ઊર્ધ્વજ્ઞાન ખુલે પછી સત્યસમજ જાગે .
દિવ્યપ્રેમ ખુલે પછી સંવાદિતા વહે.
કૃપા બક્ષે 'મોરલી' પછી જીવન જીવંત શ્વસે.
પ્રભુ, સ્વીકાર બક્ષે પછી સાધક સાધન બને.
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫
No comments:
Post a Comment