Saturday, 3 October 2015

ગમા કે અણગમા નથી...


સત્યને ગમા કે  અણગમા નથી ચોંટતાં.
કરુણાને પ્રેમ કે નફરત નથી બાંધતાં.

જ્ઞાનને વ્યાખ્યા કે માનતા નથી પહોંચતાં.
સંવાદિતાને ભેદ કે ભરમ નથી ઓળખતાં.

શક્તિને સમર્થન કે રક્ષણ નથી જોઈતાં.
સિદ્ધીને સંગ્રહ  કે દુર્વ્યય નથી ખપતાં.

કૃપાને ધર્મ કે મનોયોગ નથી બક્ષતાં.
શાંતિને મૌન કે નિષ્ક્રિયતા નથી રોપતાં.

ચેતનાને રીતીરિવાજ, વિધી નથી ખોલતાં.
પ્રકાશને કર્મકાંડ કે હવન નથી ઊતારતાં.

ભક્તને ત્યાગ કે વૈરાગ્ય નથી બનાવતાં.
સાધકને 'મોરલી'  વિરોધ, પ્રભાવ નથી પચતાં.

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫

No comments:

Post a Comment