Wednesday, 21 October 2015

મા, તારાંકોષેથી શબ્દસવારી...


મા, તારાંકોષેથી શબ્દસવારી આવે
ને હ્રદય મધ્યે વાકસરવાણી સ્ફુરે.

એ અક્ષરો મોજમાં નાચતાં આવે
ને હ્રદય સંવેદનમાં સૂર ભભરાવે.
મા, તારાંકોષેથી...

એ સમજ મસ્તીનાં રંગમાં આવે
ને હ્રદય અનુભૂતિનો સ્પર્શ પામે.
મા, તારાંકોષેથી...

અવસ્થા ભાવવિભોર થતી આવે 
ને, હ્રદય ઊંડે સુધી એ રંગત માણે.
મા, તારાંકોષેથી...

ક્ષણો તાદાત્મ્ય સઘન લઈ આવે
ને હ્રદય સહજ એ અવતરણ ઝાલે.
મા, તારાંકોષેથી...

એ ચેતના સત્ય દેહસ્વરૂપે આવે
ને 'મોરલી' સમર્પણમાં સર્વ પધરાવે.
મા, તારાંકોષેથી...

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫

No comments:

Post a Comment