Thursday, 15 October 2015

હું તો પારિજાતને...


હું તો પારિજાતને પગલે!
અભિપ્સાકુસુમ જે મલકે!
શ્વેતપાંદડી કેસરી મધ્યે,
મહેકે, મહેક ચોમેર પ્રસરે!

હૈયું હ્રદય ઊંડે, હ્રદય અર્પે!
જ્યોત તેજસ્વી પ્રજ્વળે!
ઊઠે ઊર્ધ્વે, ઊંચે ગગને,
રવિ તેજ મહીં ઓગળે!

ઊતરે; શશી શાતા ધરે,
સમસ્ત શીતળ સ્વરૂપે.
ઊઠતી-ઊતરતી તીવ્ર ક્ષણે
જાણે પારિજાત પુષ્પ ખીલે!

મીઠું નયનગમ્ય અંતરે,
કુણું પુષ્પ ભીતર સુવાસે.
અભિપ્સા તેજને રસ્તે,
'મોરલી' પારિજાતને પગલે!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫

No comments:

Post a Comment