હે ભગવતી, હે મહેશ્વરી જગતજનની
અષ્ટમી વંદન મા! નવરૂપ નવરાત્રી!
અષ્ટમી વંદન મા! નવરૂપ નવરાત્રી!
સ્વીકારો પૂજન, અર્ચન, ભોગ, આરતી
કંકુ પગલે વસો, દર હૈયે ચિર સ્થાયી!
કંકુ પગલે વસો, દર હૈયે ચિર સ્થાયી!
સ્વીકારો આરત, અંતર્જ્યોત અજવાળી
અખંડ પ્રગટો ભીતર ચૈતન્ય આંગી !
અખંડ પ્રગટો ભીતર ચૈતન્ય આંગી !
સ્વીકારો સ્તુતિગરબો સર્વરૂપ-ધારી
દર ચિત્ત ઊજળે તવ સૌંદર્યે પરમકારી!
દર ચિત્ત ઊજળે તવ સૌંદર્યે પરમકારી!
સ્વીકારો સતસુખ ચુંદડીં મહીં આવરી
સમર્પિત આ જીવન સજાવો ઓવારી!
સમર્પિત આ જીવન સજાવો ઓવારી!
નવ દિન રાત, પળપળ ચરણે સમાવી
શક્તિ વિચરે, ઊર્જિત 'મોરલી' પ્રાર્થી!
શક્તિ વિચરે, ઊર્જિત 'મોરલી' પ્રાર્થી!
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫
No comments:
Post a Comment