Tuesday, 27 October 2015

ધન્ય ધન્ય! પ્રભુ...


ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

આમ આ નવજીવન પામી
પૃથ્વી પર એક લટાર આવી
તવ હાજરીભર હ્રદય ધબકાવી
પળપળ તુજ ચરણે સમાવી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

ભીતર વહેતો દરિયો પીછાણી
મનઊર્ધ્વેથી અસ્ખલિત વહાવી
ખરી કરુણાનો સ્વાદ ચખાવી
પળપળ તુજ ચરણે ધરાવી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

આવા પાલ્યને ખોળે જન્માવી
ભાંડુ, સાથી, દિવ્યબાળો સથવારી
આ વ્યક્તિને તેં તારી સ્વીકારી
પળપળ તુજ ચરણે ઊજાળી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

આભારી બસ! મસ્ત પ્રવાસી
ક્ષણક્ષણ દિપે તવ સ્તુતિ માંહી
કૃતજ્ઞી 'મોરલી' ધન્યભાગ્ય-ઘડી
પળપળ તુજ ચરણે વહાવી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫

No comments:

Post a Comment