Saturday, 24 October 2015

વાત જ કંઈ અલગ...


સ્વસંચાલિત જાતની વાત જ કંઈ અલગ.
વિના દખલ દૂરંદેશ! મઝા જ કંઈ અલગ.

આત્મનિર્દેશિત જીવન વાત જ કંઈ અલગ.
વિના વિચાર સારાંશ! મઝા જ કંઈ અલગ.

હ્રદયસ્ફૂટ વાચાની વાત જ કંઈ અલગ.
વિના યોજના સૂચના! મઝા જ કંઈ અલગ.

મન ઓગળ્યા માર્ગની  વાત જ કંઈ અલગ.
વિના ચક્કર સંશય! મઝા જ કંઈ અલગ.

વણખેંચતા પ્રભાવોની વાત જ કંઈ અલગ.
વિના નોંધ વિરોધ! મઝા જ કંઈ અલગ.

શાંત સ્થિર સરળતાની વાત જ કંઈ અલગ.
વિના પ્રપંચ ભગદડ! મઝા જ કંઈ અલગ.

આમ પ્રભુથકી પ્રભુજોગ વાત જ કંઈ અલગ.
'મોરલી' જીવન આવું! મઝા જ કંઈ અલગ.

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫

No comments:

Post a Comment