કશુંય વિપરીત ક્યાંક,
મૂળે જુદું જ્યાં જ્યાં,
તાકત બની ઊભરજો.
કશુંય ખટકતું ક્યાંક,
યત્ને ન ખસતું જ્યાં,
અવગણાતું રહેજો.
કશુંક ઊંણું ક્યાંક,
ભરી ન શકાય જ્યાં,
દ્વિદ્રષ્ટિમાં પૂરજો.
કશુંક શેષ ક્યાંક,
ઊમેરવું અક્ષમ જ્યાં,
અન્ય રીતે સમાવજો.
કશુંક ઢીલું ક્યાંક,
ન બળ બનતું જ્યાં,
મજબૂત કડી મૂકજો.
કશુંક ઊગતું ક્યાંક,
દરકાર વિના જ્યાં,
ક્યારી બની ઊછેરજો.
કશુંક ભૂલાતું ક્યાંક,
અશક્ત ભાન જ્યાં,
માફી દઈ સ્વીકારજો.
સર્વસ્વ ક્યાં ક્યાંક?
સમસ્ત રૂપે જ્યાં,
'મોરલી' નિરંતર વસો.
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫
No comments:
Post a Comment