Thursday, 29 October 2015

ક્યાં કોઈ મન...


ક્યાં કોઈ મન ઘડી શકે,
ના કોઈ તન દોડી શકે,
આ ક્ષણો બસ પ્રભુ જ આપી શકે.

ક્યાં કોઈ સ્વપ્ન સર્જી શકે,
ના કોઈ યત્ન પુરી શકે,
આ ક્ષણો પ્રભુ મરજી જ મૂકી શકે.

ક્યાં કોઈ કલ્પના રંગી શકે,
ના કોઈ કડી ગૂંથી શકે,
આ ક્ષણો પ્રભુ ધ્યાન જ પૂરી શકે.

ક્યાં કોઈ ખ્યાલ જોડી શકે,
ના કોઈ ભાવ ભૂલી શકે,
આ ક્ષણો પ્રભુ હૈયું જ ભરી શકે.

ક્યાં કોઈ જણ નિર્મી શકે,
ના કોઈ જીવ ઝીલી શકે,
આ ક્ષણો 'મોરલી' પ્રભુસંગ જ જીવી શકે.

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫

No comments:

Post a Comment