વલણ બને આચરણ જ્યાં સિદ્ધાંત છે.
વળગણ બને વ્યવહાર જ્યાં માન્યતા છે.
લચીલાપણું લાવે બદલાવ જ્યાં લાગણી છે.
કલ્પના લાવે આવિર્ભાવ જ્યાં સમજ છે.
અમલ બની રહે વર્તાવ જ્યાં પક્વતા છે.
જડતા બની રહે મનમોટાવ જ્યાં તમસ છે.
આકર્ષણ પામે જોડાણ જ્યાં પ્રેમ ભાવ છે.
સહજતા પામે આવિષ્કાર જ્યાં કરુણા છે.
વિનંતી વળે આશીર્વાદ જ્યાં પ્રાર્થના છે.
ધારણા વળે અવતરણ જ્યાં અભિપ્સા છે.
સત્ય વહે શાંતિસંગાથ જ્યાં કૃપાપ્રકાશ છે.
નિરંતરતેજ 'મોરલી' જીવંત જ્યાં પ્રભુવાસ છે.
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫
No comments:
Post a Comment