Friday, 13 November 2015

અંદરબહાર બધું...


અંદરબહાર બધું સ્થિર!
ન કરવું, પતવું અધીર!
ન ક્યાંય કશું મનબીજ!
ન ઊગવું, સીંચવું નીર!

બસ ચોમેર શાંતસ્થિત!
ન બદલવું ઊમેરવું બિંદ!
ન કશુંય ખલેલ નિશ્ચિત!
ન ઊભરતું, ભૂંસાતું વિહીન!

વિશાળ નીરવ નિશ્ચિંત!
ન વહેતું, વમળતું ફેનીલ!
ન કશુંય વેધક તીર!
ન કાપતું, ચીરતું સ્થગિત!

સર્વત્ર દિવ્ય અસીમ!
ન શેષ, વિશેષ ચિર!
ન કશુંય દૂર સમીપ!
'મોરલી' ન માંગવું, મૂકવું અગ્રીમ!

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment