Sunday, 15 November 2015

આ ભવમાં હું, મને...


આ ભવમાં હું, મને ઓળખું એ ઘણું!
આ જાતને સાચી, પૂરી જાણું તો ખરું!

અસંખ્ય પ્રભાવો, મુસ્તદ્દો! એવું ઘણું,
એમાં જાતને સત્યપક્ષે રાખું તો ખરું!

અખૂટ દ્વંદ્વો-રણનીતિઓ! સતત ઘણું,
એમાં શુદ્ધ જાત લઈ નીકળું તો ખરું!

અનેક અપેક્ષા-આશાઓ! રહે ઘણું,
એમાં અટક્યાં વગર સરકું તો ખરું!

અચાનક ઊઠતી ગતિ, વલણ! ઘણું,
એમાં પણ સ્થિર અડગ રહું, તો ખરું!

પાંસરી નીકળું થઈ પક્વ! તો ઘણું!
આતમ-મોતી ચમકે, પાકે તો ખરું!

ભવમાં હું, મને પામું અહોભાગ ઘણું!
'મોરલી' સાચી, પૂરી માણું એ ધન્ય ખરું!


- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment