દરેક લાગણી બળ બનજો.
દરેક પ્રેમ વહેતું જળ બનજો.
દરેક સ્વભાવ લય બનજો.
દરેક વ્યવહાર કળ બનજો.
દરેક વિચાર ગડ બનજો.
દરેક ઊચ્ચાર સત બનજો.
દરેક સંબંધ થડ બનજો.
દરેક સગપણ ગણ બનજો.
દરેક આચરણ ક્રમ બનજો.
દરેક વાતાવરણ નમ્ર બનજો.
દરેક ભૂમિકા ભડ બનજો.
દરેક પગલાં ચઢ બનજો.
દરેક વિગત ગત બનજો.
દરેક ભાવિ ધન્ય બનજો.
દરેક વર્તમાન ધન બનજો.
દરેક પળ 'હર હર' બનજો.
દરેક જણ, ચડતર બનજો.
'મોરલી' જીવન ચેતન વન બનજો.
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment