હે પ્રભુ...
તવ કૃપાથી જગ, જણ, જીવ-જંતુ
તો શાને આ હું, મારું, અમારું બધું?
મન, પ્રાણ, તન, મતિ, ઊર યુક્ત-
તો શાને ઊંચ-નીચ! અંતઃઅતૃપ્ત?
જીવવું જરૂરી યોગ્ય ને ઊપયુક્ત!
તો શાને હોડ! જીત-હાર પાયે મૂળ?
મળ્યું છે જીવન બળવત્તર ને પુષ્ટ!
તો શાને અન્યનું ખેંચે દ્રષ્ટિ સમૂળ?
દરેકને પોતીકું વાતાવરણ ને રુઢ!
તો શાને ખેંચતાણ એકમેક વિરુધ્ધ?
કર્તવ્ય થકી પામે પ્રગતિ સમૃદ્ધ!
તો શાને અહંકાર વિખેરે જડ-મૂળ?
જીવતું અંદર રાખીને રહે સંતુષ્ટ
'મોરલી' ફેરો આ ઊગે, ઊછરે ફૂલ.
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment