ધન્યભાગ્ય પ્રભુ, જ્યાં પસંદ કરે તું!
રેષેરેષો નીરવ, ઓતપ્રોત ભરે તું!
અસીમ ઊર્જા, યોગ્ય વ્યય બને તું!
ધારણા સક્ષમ, મક્કમ, કોઠે ધરે તું!
અખંડ એકાગ્ર, નિયમન મૂકે તું!
સહજ સ્થૂળ સંપર્ક, સમાંતર રહે તું!
અસ્ખલિત અવતરણ બની વહે તું!
સમજ ભાવ રૂપ શક્તિ, વર્તે તું!
અંતર-બાહ્યાચાર, બેય જોડે તું!
એકમેક અન્યોન્ય, નિર્ભર રાખે તું!
અદભૂત નવતર જીવન જીવે તું!
હ્રદયે 'મોરલી' ને એ પસંદ શ્વસે તું!
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫
નવેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment