Saturday, 21 November 2015

ન જવું એ ગામ...


ન જવું એ ગામ
જ્યાં ચડતી પડતી, ઊંચનીચની વાત!
મારે તો હૈયે મુકામ
જ્યાં કિરણતેજ છોડે, હરિ-હરની છાંય!

ન કરવું એ કાજ
જ્યાં ખટપટ, વિટંબણાઓ પારાવાર!
મારે તો ઊરે મલકાટ
જ્યાં આભ ઊતરે, લઈ સૂર્ય ઊજાસ!

ન બોલવું એ વાક્
જ્યાં નબળું મ્લાન, વિંધતી તલવાર!
મારે તો ભીતરે સંધાન
જ્યાં ઊજળું વિધાન, પ્રભુ સૂર તાન!

ન ઝિલવું એ ભાન
જ્યાં ન લક્ષ્ય, સ્વાસ્થ્ય, ન પરિમાણ!
'મોરલી' તો અંતરે નિવાસ
જ્યાં ચીંધે, દોરે, ખોદે પરમપ્રભુ માર્ગ!

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment