મન વાંચી શકાય, સ્વરૂપ નહીં.
ભાવિ ભાંખી શકાય, વર્તમાન નહીં.
સ્વધર્મ બદલાય, અસ્તિત્વ નહીં.
ધીરજ રાખી શકાય, ધરપત નહીં.
નફરત ઓઢી શકાય,પ્રેમ નહીં.
જૂઠ ઢાંકી શકાય, નક્કરસત્ય નહીં.
શંકા-ભરમ ઊભાં કરાય, શાંતિ નહીં.
ખુશી મેળવી શકાય, આનંદ નહીં.
દયા લાવી શકાય, અનુકંપા નહીં.
નજરઅંદાજ કરી શકાય, માફ નહીં.
વિવાદ નોંતરી શકાય, સંવાદિતા નહીં
બેદરકારી જતાવાય, પ્રમાણિકતા નહીં.
ઈચ્છા અધૂરી રહી શકે અભિપ્સા નહીં.
માંગણી નિરુત્તર જઈ શકે પ્રાર્થના નહીં.
વિશ્વાસ પાત્ર-પક્ષ નિર્ભર, શ્રધ્ધા નહીં
પ્રિય-સાથ મર્યાદિત 'મોરલી', પ્રભુ નહીં.
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment