Monday, 23 November 2015

તું જ માત પિતા...


તું જ માત પિતા ને સાથી સદા !
આ ભવોભવ તું મમ ભાંડુ સખા !

તું જ પથ, રથ ને સારથિ સદા!
આ સફરમાં તું મમ જોમ ઊર્જા!

તું જ લક્ષ્ય, પ્રણ ને પારધી સદા!
આ ઊદ્દેશમાં તું મમ વેધ નિશાન!

તું સ્ત્રોત- આધાર નિર્ધારિત સદા!
સંબંધોમાં મમ ઊપરી તું જ્યાં!

તું જ કારણ, ફળ ને નિર્મિત સદા!
જીવનમાં તું, મમ ધ્યાનાભ્યાસ!

તું જ પ્રજ્ઞ-તત્વ-સત્ શક્તિ સદા!
આ અંતરે નિતરે 'મોરલી' પ્રવાહ!

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment