Wednesday, 25 November 2015

ગુહ્ય સત સફર...


મા...

ગુહ્ય સત સફર ચાલુ રહેજો...
ચેતના ઊઘાડ મળતો રહેજો...

સ્તર પછી સ્તર ખૂલતા રહેજો...
વણથંભી, સહજ ચાલતી રહેજો...

સ્થુળની સંગત ભળતી રહેજો...
કર્મ ઊપયોગી પૂરાતું રહેજો...

સત્ય રહસ્યો ઊકલતા રહેજો...
ભેદની છાયા મટતી રહેજો...

ભ્રમ જાળ ઊઘડતી રહેજો...
જીવન આચરણ બનતું રહેજો...

કૃપાબિંદુ 'મોરલી' ઝરતાં રહેજો...
પ્રભુ સંગ સત્સંગ સ્નેહ રહેજો...

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment