Wednesday, 4 November 2015

આ વિશ્વ તારું...


આ વિશ્વ તારું અગણિત દિસતું
બ્રહ્માંડ અંતરિક્ષથી યે ઘણું વધું?

મન માણસનું! એનું ગજું કેટલું?
દોડી માપીને, માપનું જ દોડતું!

મૂકી તેં ક્ષમતા, તેટલું જ શોધતું!
દર શોધે હજી બાકી! સમજાતું.

તું જ દિશા, તું જ યન્ત ખંતીલું!
તું જ શોધક ને તારી જ થકી તું!

ખરું ચક્કર આ તારું જ ઘડેલું!
તું જ ઈરાદો, કરનાર પણ તું!

માણસ ઘડે તું,  એમાં વસી તું!
છતાં એ માને તારાથી અળગું?

મન મળ્યું એટલે બસ! રાખે છેટું?
તારું જ સર્જન, તારાથી છટકતું?

આ દીધેલું તારું! જગકર્તા અર્પુ છું!
દિવ્યમાં ઢાળી 'મોરલી', બક્ષે તું!

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment