Sunday, 8 November 2015

હે મા લક્ષ્મી...


હે મા લક્ષ્મી...

તું જ મહેશ્વરી, ભગવતી, સરસ્વતી!
પધારો ધરી પ્રેમસૌંદર્ય તેજસ્વીની!

દ્રવ્ય પરે રિધ્ધી સંગે સિધ્ધી ધરી! 
પધારો મા, નવશુધ્ધિ સત્યમયી!

વ્યય પરે યોગ્ય સમતુલન પરમી!
પધારો મા, દર ગૃહે પ્રસાદ મીસરી!

બળ પરે શક્તિ સંપુટ સર્વકર્મકારી!
પધારો મા, સદાચારી પ્રેરણા મુક્તિ!

પ્રગટો મા, બક્ષો જગ! જગતજનની!
પધારો મા, તવ મૂળધરી સ્વરૂપ માંહી!

'મોરલી' વંદન કારુણ્યી હે માત લક્ષ્મી!
નવ જગત વિષે પ્રેમરૂપી સત્યવતી!

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment