કશું જતું જ નથી અંદર હવે, એવું કંઈ!
જાય તો, ચોંટતું નથી પહેલાં જેવું કંઈ!
ઊપર ઊપર જ છે દિસતું, જે પણ કંઈ!
ભીતર ભુગોળ ભરીને વસે છે હવે, કંઈ!
ઝટકો, ચટકો ક્યાંથી હવે, એ ક્યાં કંઈ!
સ્વાદ જ મટી ગયો જાણે જીભથી, કંઈ!
દેખીતું બધું જ એમ જ, એ જ બધું કંઈ!
અંતઃ પ્રક્રિયા, અભિગમ જુદો જ છે કંઈ!
વિશેષ કશુંય ઊપડતું નથી, હવે કંઈ!
બધું જ યથાસ્થાને, ઘર ભરી બેઠું કંઈ!
સમય ગયો, જે રહેતો ખબરદાર, જે કંઈ!
એ પણ ઓગળી વહ્યો સમયમાં જ કંઈ!
સમજો તો આગળ વધાય ને વધે કંઈ,
બાકી 'મોરલી' ચાલે છે જીવન જેવું કંઈ!
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment