Tuesday, 17 November 2015

જરાક અમથુ બેસવા...


જરાક અમથુ બેસવા મળ્યું!
તો અંતરધાન સાંધી લેવું.
ડુબકી મારીને ભીતર જોવું,
ઊપરનીચે બધું જોડી દેવું.

હ્રદય વચાળે એ ભેગું કરવું,
એકએક પછી ઊમેરતાં જવું,
છેડેછેડો પકડી સોંપતાં મૂકવું,
તરત ધ્યાન ઊગી નીકળતું!

હળવું, હલકું, ખાલી બનતું.
ન કશુંય ખટકતું, અટકતું.
સહજ, સરળ, સરકી લેતું,
છેકથી છેક પ્રવાહી વહેતું!

રિક્ત નરી નીરવતા માણતું
ન ઊગાડું, શમાવવું રહેતું.
ફક્ત એક જોડાણ વેગીલું,
સ્પષ્ટ ધબકાર સંભળાવતું!

જેટલો સમય 'મોરલી' ખૂંદ્યું ખુંપ્યું!
લોભ મોહ તાણ છૂટે, છેટું તેટલું.
સ્વસ્થ સ્વાસ્થ્ય ઊર્જા ભરતું,
અસ્તિત્વ અર્પણથી નિખરતું.

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment