Thursday, 4 February 2016

ભ્રમ ને બ્રહ્મ...


ભ્રમ ને બ્રહ્મ વચ્ચેનો ફરક
એટલે...

એકલતા ને એકાંત
મૌન ને નીરવતા
તરંગ ને સ્ફૂરણ
છાપ ને સ્વયંભૂ દ્રશ્ય
શંકા ને સ્વયંસ્ફૂટ સત્ય
મનોવલણ ને સક્રિયવર્તન
આવર્તન ને સાહજિક
સ્થૂળપ્રેમ ને કરુણામય
આંતરબાહ્ય કોલાહલ ને સઘન શાંતિ
ભેદભાવ ને સંવાદિતા
માનસિક છબી ને દિવ્ય પ્રકાશ
છોડવું ને સમાવવું
શૂન્યસમ નકાર ને સર્વ આવકાર
માન્યતા ને અવતરણ
માંગણી ને અભિપ્સા...

અર્પણ સર્વ... 'મોરલી' પ્રણામ પ્રભુ!

- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬

No comments:

Post a Comment