ઊજવી લઈએ જિંદગી!
પળપળ પર્વ નોંતરી!
વિતી જશે આમ જ કોરી,
જીવ્યા વગરની અધૂરી.
શેને કહેવી કે "ભાઈ જીવી"?
વાત મુદ્દાની સમજવી.
સ્વયં અહં ઈચ્છા મૂકી,
આત્માની રગ ઝાલવી.
બધું જ છે ત્યાં સંવાદી,
ન વિભાજીત કે તકલાદી.
ઊષ્મા નીરવ આનંદથી
લદબદ છે એ પૂરેપૂરી.
કશુંય વધુ ન ઊધારી,
જરૂરી બધી ત્યાં સામગ્રી.
જીવવાને ભરપૂર ભરી,
પહોંચવાની જો તૈયારી!
એક એક ઊતરી કાંચળી,
વ્યર્થ ચડી જે દેખી દેખી.
મૂળ જાત જો અળગી કાઢી
તો સફળ ફેરો આ જિંદગી!
ઊત્સવ ઊત્સવ દર ઘડી,
પ્રભુની સંગત ને વ્હાલી,
ઊજળી ધરતી કેરી 'મોરલી'
પછી ફેરી આત્મસ્થ નશીલી!
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment