વ્યક્તિ વ્યક્તિએ જુદી; મનષા,
રીત, સમજ ભેળી ઘણી અપેક્ષા!
મુક્ત થજો, એમાં નરી કામના.
સંબંધે સંબંધે, જુદાં ગડ, પાસાં!
લેવડદેવડ ભેળાં વિશેષ તાંતણાં!
મુક્ત કરજો, એ કાચાં કચકડાં.
સમયે સમયે જુદાં તાણાંવાણાં!
ઊંછાંનીચાં ભેળાં ગમાઅણગમા!
મુક્ત રાખજો, એ પળપળ બદલાતાં.
હ્રદયથી ઊગ્યાં, 'મોરલી' એ સાચાં!
ન જણ, જોડ કે રહે સમયનાં પારખાં,
મુક્ત એ સર્વે, જે એમ સંકળાયાં.
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment