Thursday, 11 February 2016

હે શારદે મા...


હે શારદે મા...

તારી ચેતનાનું બિંદ હૈયે ઊતર્યું
ને પદ્મપુષ્પ મારે હૈયે ખીલ્યું.
તારી ચેતનાનું બિંદ ...

પાંખડી એકએક, થઈ હળવે ખુલ્યું
ને અમરત્વ જોને હૈયે મૂક્યું.
તારી ચેતનાનું બિંદ ...

મધ્યે એને, એનું ગર્ભ ઊઘડ્યું
ને અનંત અસ્ખલિત વહેતું કર્યું.
તારી ચેતનાનું બિંદ ...

ઊર્જામય, ઊનાશે કરુણા ધરતું
ને એના તેજે અમીમય હૈયું ધબક્યું.
તારી ચેતનાનું બિંદ ...

અંતરે વસંતસભર અસ્તિત્વ ભર્યુ
ને એમાં પળપળ તવ હૈયું શ્વસતું.
તારી ચેતનાનું બિંદ ...

અહો...આ અદભૂત અહોભાગ તણું
ને 'મોરલી' ગદ્ ગદ્, નવ હૈયું બક્ષ્યું.
તારી ચેતનાનું બિંદ ...

- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬

No comments:

Post a Comment