Monday, 22 February 2016

પ્રભુ, લાગે છે...


પ્રભુ, લાગે છે...

મારી ને તારી બહુ જૂની સાંઠગાંઠ છે.
દર જન્મે આમ જ ઊકલતી નાડ હશે.

માંહ્યલાંમાંનો જોરદાર જે વિશ્વાસ છે.
જરૂર આમ જ વધતો દર પ્રવાસ હશે.

અતૂટ જાણે અંદર બહાર જે સંધાન છે.
ભવેભવે આમ મજબૂત થતો સાથ હશે.

અન્યોન્ય અવલંબન, જે સ્વભાવ છે.
બંન્ને પક્ષે આમ જ ચાલતી ભૂમિકા હશે.

વાટ તારી ને તું સાધનની, જે જૂએ છે.
પૂરવણીની આ જ રીતની ગોઠવણી હશે.

'મોરલી' જન્મ,ધરીને તારી થતી જે શોધ છે.
સંતાકુકડીની રમત, આ જોડીની ઓળખ હશે.

- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬

No comments:

Post a Comment