લે આ! સાતેય રંગો ધરી દીધાં,
શ્વેત અવતરણમાં ઢોળી દીધાં,
પછી રંગ વગરનાં થઈ જોયાં.
અમે, હવે પારદર્શક બની ગયાં.
એક એક કરીને એ ઊગ્યાં હતાં.
કંઈક-ઘણાં, જન્મથી જ જોડે હતાં,
રંગબીરંગી થઈ એ જીવી જોયાં.
પછી, હવે પારદર્શક બની ગયાં.
ચાખી-ચાખી દરેક, સ્વાદ જોયાં ,
આ સાથે પેલું! એમ રમી જાણ્યાં,
જાતજાતનાં યત્ન-ફળ પામી જોયાં.
બસ, હવે પારદર્શક બની ગયાં.
માએ રંગઅર્પણનાં સ્વીકાર લીધાં,
એને મેઘધનુષમાં જોડી ભેટ દીધાં,
કૃપાવર્ષામાં ભીંજવી, નમ્ર રાખ્યાં
'મોરલી' દર્શક, પારદર્શક બની રહ્યાં.
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment