Monday, 29 February 2016

અરે કાન્હા...


અરે કાન્હા,

આતો તારી સવારી લઈ લીધી,
તેં ખરી! એમાં જગ્યા દઈ દીધી.

ખભે બેસાડી ભવચક્કર મરાવી,
તેં ખરી! નાડ મજબૂત ઝાલી દીધી.

આંગળી પકડી, નાથસંગાથ દઈ
તેં ખરી! સફરમાં મજા ભરી દીધી.

એંઠાં પ્રભાવોની ખંખેરણી કરી,
તેં ખરી! જાતને જીવતી કરી દીધી.

દરેક ધબકારમાં મૂંગાં સ્મરણ મૂકી,
તેં ખરી! ભક્તિ, મંત્ર કરી દીધી.

દિવ્ય સથવારે, ભેટ દિવ્યતાની!
તેં ખરી! 'મોરલી' ન્યાલ કરી દીધી.

- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧

No comments:

Post a Comment