પૃથ્વીનાં સત્યો કંઈક જુદાં છે.
તથ્યો સઘળાં કંઈક નોખાં છે.
પ્રેમ જ્ઞાન સૌંદર્ય આનંદ જોને
મૂળ સ્વરૂપથી કંઈક અળગાં છે.
વર્તુળનાં જાણે કંઈક ચોખટાં છે.
દરેક પોતામાં કંઈક આગવાં છે.
રૂપ રંગ ઘાટ ઘડામણ જોને
સ્વરૂપે સ્વરૂપે કંઈક અળગાં છે.
એક મુદ્દાનાં જાણે કંઈક પાસાં છે.
દરેક પોતામાં કંઈક સૂચવતાં છે.
આ, તે, પેલું, બીજું, ત્રીજું જોને
પરિપેક્ષ સ્વરૂપે કંઈક અળગાં છે.
કેટલાંય અહંનાં કંઈક ત્રાગાં છે.
દરેકનાં પોતાનાં કંઈક ખોખાં છે.
સ્વભાવ, સમાજ, સંગઠન જોને
જૂથે, સ્વરૂપે કંઈક અળગાં છે.
મૂળનાં રોપવામાં, દિવ્યતા છે.
એ સ્થાપિત કરવાંમાં ચેતના છે
પ્રેમ જ્ઞાન સૌંદર્ય આનંદ 'મોરલી'
આધ્યાત્મિક સ્વરૂપે અનોખાં છે
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment