Sunday, 14 February 2016

તારી ચેતનાને...



ફક્ત પૃથ્વી નહીં જણજણમાં જોડ.
તારી ચેતનાને શ્વાસોમાં ખોલ.

ફક્ત ઢોળ નહીં મૂળીયાંમાં જોડ.
તારી ચેતનાને રગરગમાં રોપ.

ફક્ત સમજ નહીં કોષોમાં જોડ.
તારી ચેતનાને તંતુતંતુંમાં છોડ.

ફક્ત વર્તન નહીં અંગોમાં જોડ.
તારી ચેતનાને કણકણમાં દોર.

ફક્ત સ્પર્શ નહીં અંતરમાં જોડ.
તારી ચેતનાને ઊંડેઊંડે શોધ.

ફક્ત ભીતર નહીં સ્વરૂપમાં જોડ.
તારી ચેતના ને અસ્તિત્વ અજોડ!

'મોરલી' આભાર પ્રભુ...

- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬

No comments:

Post a Comment