Monday, 8 February 2016

હવે કોને...?


અંતર મન તન ધરી મારો પ્રભુ બેઠો,
હવે કોને ભજું?

કોણ હું ને 'મારો'? આતો બધું ભરી બેઠો,
હવે શું સમજું?

સ્ફૂરે સ્મરે ને પાછો રહેવાસી બની બેઠો,
હવે કોને સમર્પું?

ઘડીઘડીની હલચલ ને સમય લઈ બેઠો,
હવે કઈ ગતિ ચાલું?

નીરવ શાંત સ્થિર મારું ભીતર કરી બેઠો,
હવે શું અનુસરું?

પૂજ્ય કૃપાળું, કૃપામય જીવન દઈ બેઠો,
હવે 'મોરલી' કોને કહું?

- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧

No comments:

Post a Comment