બહાર નવરું નવરું લાગે,
ભીતર અંદર વધમાં ભાગે,
એક દિન એનો વારો આવે
મધ્યે પડ સહજમાં ભાંગે.
વચાળે વિરામ વિરાગ તાપે,
જીવને જરૂરી આરામ કાજે,
વિગત ગત, ભાવિ પલટાવે
સ્વાસ્થ્ય સ્વસ્થ ફરી ગતિ માંડે.
ધારકની નિષ્ઠ નિષ્ઠા આધારે,
વધુ ઓછો સમય વિતાવે,
જેટલી પ્રબળ લય વાટ ઝંખે
એટલી તીવ્ર શ્રદ્ધા સુવાસે.
પ્રભુકૃપા પછી પંથ પકડાવે,
આત્મા થકી ઊદ્ધાર કરાવે,
કર્મ ધર્મ બધુંય પ્રભુ પ્રતાપે
'મોરલી' આત્માલય જીવન જીવાડે.
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment