Wednesday, 10 February 2016

આવતી ઘડીથી...


આવતી ઘડીથી બેખબર
ને કાલનું શું યોજન કરવું?
બધું જ નક્કી, નિશ્ચિત છે 
ને ઘડી ઘડી ને શું ઘડવું?

આ ઘડી, ઘડાઈ આજની
ને આગળપાછળ શું જોડવું?
એમ જ બધી હારમાળ છે
ને કસી કસી ને શું મેળવું?

'સકટના ભારનો શ્વાન' 
સોંપ્યું, મૂક્યું તેવું સમજાયું!
બધું જ નિર્મિત કડીબદ્ધ છે
ને મનનાં મનથી શું મંડવું?

ભાગે પડતું જે છે એ છે
નસીબને આધારે શું છોડવું?
કર્મો જ રણકતાં બોલે 'મોરલી'
તે પળનાં સમેટી કેમ ન છૂટવું?

આભારી...પ્રભુ!

- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬

No comments:

Post a Comment